શરદ પવારના ડ્રોવરમાંથી 54 વિધાનસભ્યોની યાદી ચોરીને રાજ્યપાલને આપવામાં કઈ નૈતિકતા છે?

શરદ પવારના ડ્રોવરમાંથી 54 વિધાનસભ્યોની યાદી ચોરીને રાજ્યપાલને આપવામાં કઈ નૈતિકતા છે?
ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનો પ્રશ્ન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારના ડ્રોવરમાંથી 54 વિધાનસભ્યોની યાદી ચોરીને રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને સમક્ષ રજૂ કરવાની બાબત એ કઈ નૈતિકતામાં બેસે છે. આમ છતાં તેઓ અમને ડહાપણ શીખવવામાં આવે છે એમ ભાજપના મહારાષ્ટ્ર એકમના વડા ચંદ્રકાન્ત પાટીલે જણાવ્યું છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના 54 વિધાનસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સુપરત કરવાનો વિષય 14 માસ જૂનો છે એવા નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદીના નેતા અજિત પવારના વિધાન અંગે પત્રકારે પ્રતિક્રિયા પૂછતા પાટીલે આ મુજબ જણાવ્યું હતું. મહારાષ્ટ્ર ઉંઘમાં હશે ત્યારે જ એક દિવસ મહાવિકાસ આઘાડીની સરકાર પડશે એમ મેં કહ્યું ત્યારે અજિત પવારે કશું જ બોલવાની જરૂર નહોતી. તેનું કારણ હું તેમના વિશે કંઈ બોલ્યો નહોતો. તેમણે તે અંગે મારી મજાક ઉડાવવાનો પ્રયત્ન કર્યો હતો. હવે અજિત પવાર બોલે એટલે મારે બોલવું પડશે. તેનું કારણ વાર સામે વાર કરવો એ મહારાષ્ટ્રની સંસ્કૃતિ છે. છત્રપતિ શિવાજી મહારાજએ આ જ બાબત આપણને શીખવાડી છે. શરદ પવારના ડ્રોવરમાંથી 54 વિધાનસભ્યોની યાદી ચોરીને રાજ્યપાલને સોંપવી એ બાબતને 14 માસ વીતી ગયા છતાં જે ભૂલ છે તે ભૂલ જ છે.
ભાજપના સાંસદ છત્રપતિ સંભાજી રાજેએ આવતી 16મી જૂનથી કોલ્હાપુરમાંથી મરાઠા આરક્ષણ માટે આંદોલન આદરવાની ઘોષણા કરી છે તેને અમે સમર્થન આપશું એમ પાટીલે ઉમેર્યું હતું.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer