ગુજરાત મેરીટાઇમ બોર્ડનું સૌપ્રથમ ઇન્ટરનેશનલ સર્વિસીસ ક્લસ્ટર ગિફ્ટ સિટીમાં શરૂ થશે

ગુજરાત મેરીટાઇમ બોર્ડનું સૌપ્રથમ ઇન્ટરનેશનલ સર્વિસીસ ક્લસ્ટર ગિફ્ટ સિટીમાં શરૂ થશે
મુંબઈ, તા. 7 : ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી) ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ મેરીટાઇમ સર્વિસીસ ક્લસ્ટરની સ્થાપના ગિફ્ટ સિટીમાં કરશે. પોર્ટ્સ, શાપિંગ, લોજીજિસ્ટિક્સ સર્વિસીસ પ્રોવાઇડર્સ અને સંબંધિત સરકારી નિયામકો માટે સમર્પિત ઇકોસિસ્ટમ તરીકે મેરીટાઇમ ક્લસ્ટરનો વિકાસ કરાશે, જેઓ એક જ ભૌગોલિક ક્ષેત્ર (એટલે કે ગિફ્ટ સિટી)માં ઉપસ્થિત છે. તાલમેલને સક્ષમ બનાવવા માટે આ ક્લસ્ટર હિસ્સેદારોની નિકટતા અને પહોંચનો મહત્તમ લાભ લેશે. નવા ક્લસ્ટરનું સ્વાગત કરતાં ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઇઓ તપન રેએ કહ્યું હતું કે, ``મેરીટાઇમ ક્લસ્ટરની સ્થાપના આ ક્ષેત્રમાં ભારતની શાખ અને આર્થિક સદ્ધરતાને બળ આપવાની દિશામાં ખૂબ જ આવશ્યક પગલું છે. અમને ખુશી છે કે ગિફ્ટ સિટીમાં ભારતનું પ્રથમ મેરીટાઇમ ક્લસ્ટર આકાર લેશે, જેનાથી ભારતની મેરીટાઇમ સંભાવનાઓને સાકાર કરવામાં મદદ મળશે. ભારતના પ્રથમ આઇએફએસસી હોવા તરીકે ગિફ્ટ સિટી વિશિષ્ટ ઓળખ ધરાવે છે તેમ જ આ સંસ્થાઓને સામેલ કરવાથી અમારા મૂલ્ય દરખાસ્તમાં વધારો થશે. ગિફ્ટ સિટી સંકલન અને નવીનતા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડને અનુકૂળ ઇકોસિસ્ટમ પ્રદાન કરશે. 
આ અંગે પ્રતિક્રિયા આપતાં જીએમબીના વાઇસ-ચૅરમૅન અને સીઇઓ - આઇએએસ - અવંતિકા સિંઘે કહ્યું હતું કે, ભારતમાં આ પ્રથમ પ્રકારનું કમર્શિયલ મેરીટાઇમ સર્વિસીસ ક્લસ્ટર બનશે, જેની કલ્પના મેરીટાઇમ સેક્ટરમાં ભારતની સ્પર્ધાત્મકતા વધારવા અને આત્મનિર્ભર બનાવવા તથા સમગ્ર મેરીટાઇમ ઉદ્યોગને વન-સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરવા માટે કરાઇ છે. મજબૂત મેરીટાઇમ સમુદાયની રચના કરવા અને તેની વેલ્યુ ચેઇનને મજબૂત કરવા માટે ગિફ્ટ સિટી અનુકૂળ માહોલ પૂરો પાડે છે. ગિફ્ટ સિટી અદ્યતન માળખાકીય અને વિશ્વ-સ્તરીય બૅન્કિંગ સુવિધાઓ અને સંસ્થાઓ ધરાવે છે, જે ક્લસ્ટર માટે ઇનોવેશનને બળ આપવામાં, આર્થિક સદ્ધરતા, સહયોગ અને વ્યવસાયિક તકો માટે લાભદાયી બની રહેશે. અમે મેરીટાઇમ સમુદાયનું આ પ્લૅટફૉર્મનો લાભ લેવા અને આ પહેલમાં સામેલ થવા સ્વાગત કરીએ છીએ.
આ ક્લસ્ટર મેરીટાઇમ ઉદ્યોગના વિવિધ હિસ્સેદારો જેમ કે પ્રમુખ નિયામકો/સરકારી એજન્સીઓને સાંકળીને ક્લસ્ટરના સદસ્યો, મેરીટાઇમ/શાપિંગ ઇન્ડસ્ટ્રી ઍસોસિયેશન્સ અને બિઝનેસીસ, ઇન્ટરમિડિયેટ સર્વિસીસ પ્રોવાઇડર્સ જેમ કે શાપિંગ ફાઇનાન્સ, મેરીટાઇમ ઇન્સ્યોરન્સ, મેરીટાઇમ આર્બિટ્રેટર્સ, મેરીટાઇમ લો ફર્મ વગેરે માટે ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસ સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે તથા મેરીટાઇમ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ વગેરે જેવા સર્વિસ પ્રોવાઇડર્સને સહયોગ કરવા માગે છે. વધુમાં મેરીટાઇમ ક્લસ્ટર ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન (એડીઆર) સેન્ટરને પણ સામેલ કરવાનો હેતુ ધરાવે છે, જે મેરીટાઇમ/શાપિંગ ઉપર કેન્દ્રિત હોય.

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer