હીરોપંતી-ટુનાં ઍકશન દૃશ્યો રશિયામાં શૂટ થશે

હીરોપંતી-ટુનાં ઍકશન દૃશ્યો રશિયામાં શૂટ થશે
અહમદ ખાન દિગ્દર્શક સાજીદ નડિયાદવાલાની આગામી ફિલ્મ હીરોપંતી-ટુનું માર્ચ મહિનામાં મુંબઈમાં પ્રથમ શૂટિંગ શિડયુલ યોજાયું હતું. ત્યાર બાદ હવે ટીમ રશિયા જશે. બીજું શૂટિંગ શિડયુલ રશિયામાં યોજવામાં આવ્યું છે. આથી ટાઈગર શ્રોફ, તારા સુતરિયા અને નવાઝુદ્દીન સિદ્દિકી આવતા મહિને મૉસ્કોમાં જશે અને સેન્ટ પીટ્સબર્ગમાં શૂટિંગ થશે. અહીં ફિલ્મનાં મુખ્ય ઍકશન દૃશ્યો અને એક ગીતનું શૂટિંગ કરવાનું હોવાથી સ્થાનિકો સાથે મળીને પરફેક્ટ લોકેશનની શોધ ચાલે છે. આ ઍકશન દૃશ્યોના શૂટિંગ માટે સ્કાયફોલ, ધ બૉર્ન અલ્ટિમેટમ અને ધ બૉર્ન સુપ્રીમસીના ઍકશન ડિરેકટર માર્ટિન ઈવાનોની સાથે વાતચીત ચાલે છે. રશિયા જતાં અગાઉ દરેક ટીમ મેમ્બરનું રસીકરણ થઈ જાય તેની તકેદારી રાખવામાં આવશે. હીરોપંતી દ્વારા ટાઈગરે બૉલીવૂડમાં પ્રવેશ કર્યો હતો અને હવે હીરોપંતી -ટુમાં તેની સ્ટાઈલિશ ઍકશનના જલવા જોવા મળશે. 

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer