સીતાની ભૂમિકા ભજવવા કરીના કપૂર ખાને માગ્યા રૂા. 12 કરોડ!

સીતાની ભૂમિકા ભજવવા કરીના કપૂર ખાને માગ્યા રૂા. 12 કરોડ!
પત્ની અને માતા બન્યા બાદ બ્લૉકબસ્ટર ફિલ્મો આપનાર સુપરસ્ટાર અભિનેત્રી તરીકે કરીના કપૂર ખાન જાણીતી છે. બીજી પ્રસૂતિ બાદ પણ ફિલ્મમેકર્સ તેને લેવા માટે આતુર છે. પૌરાણિક કથા પરથી બની રહેલી ફિલ્મ સીતામાં મુખ્ય ભૂમિકા ભજવવા નિર્માતાએ તેનો સંપર્ક કર્યો હતો. થોડા મહિના અગાઉ અલોકિક દેસાઈ આ ભૂમિકા સાથે કરીનાનને મળવા ગયા હતા. કરીનાને સીતાની ભૂમિકા ગમી હતી, પણ સ્વીકારતી નહોતી. આ બિગ બજેટ ફિલ્મ હાથમાં લેતાં પહેલાં કરીનાએ વીરે ડી વેડિંગ-ટુ અને હંસલ મહેતાની આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું કરવું જ રૂરી છે કેમ કે આ બંને ફિલ્મમાં તેની ભૂમિકા થોડી નાની છે. ત્યાર બાદ સીતાની ભૂમિકાની તૈયારી માટે આઠથી દસ મહિનાનો સમય જોઈશે. ત્યાર બાદ શૂટિંગ માટે સમય ફાળવવો પડે. આથી આ સમય દરમિયાન તે બીજી ફિલ્મો ન કરી શકે. સીતાના દૃષ્ટિકોણથી રામાયણ દર્શાવવાની હોવાથી ફિલ્મ પણ ભવ્ય રીતે જ બનાવવામાં આવશે. આથી બધો વિચાર કરીને કરીનાએ ફિલ્મમાં અભિનય કરવા રૂપિયા બાર કરોડ માગ્યા. સામાન્ય રીતે તે છથી આઠ કરોડ રૂપિયા લે છે. તેણે બાર કરોડ રૂપિયા માગતા નિર્માતા વિચારમાં પડી ગયા છે. તેમની પહેલી પસંદ કરીના જ છે પણ જો તે બજેટ કરતાં વધુ ફી માગશે તો તેના સ્થાને યુવા અભિનેત્રીને લેવાનો વિકલ્પ પસંદ કરવો પડશે. 

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer