સાહેબની તબિયત સ્થિર છે : સાયરા બાનુ

સાહેબની તબિયત સ્થિર છે : સાયરા બાનુ
જૈફ વયના અભિનેતા દિલીપકુમારની તબિયત સ્થિર હોવાનું પત્ની સાયરા બાનુએ જણાવ્યું હતું. 98 વર્ષના દિલીપકુમારને શ્વાસ લેવામાં તકલીફ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને બાયલેટરલ પ્લુરલ ઈફયુઝનની તકલફ થતાં અૉક્સિજન સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા છે, પણ વેન્ટિલેટર પર નથી. આથી બે-ત્રણ દિવસમાં તેમને રજા આપવામાં આવશે એમ સાયરા બાનુએ જણાવ્યું હતું. જયા બચ્ચન અને લતા મંગેશકરે દિલીપકુમારની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરતાં સાયરા બાનુએ તેમને સંદેશ આપ્યો હતો કે, તેમની તબિયત સ્થિર છે અને સારવાર ચાલે છે. તેઓ ઝડપથી સાજા થઈ જાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ. દિલીપકુમાર સાજા થઈને ઘરે જાય એ માટે સમગ્ર રાષ્ટ્ર પ્રાર્થના કરી રહ્યું છે. તેઓ ગાયિકા લતા મંગેશકરને નાની બહેન માને છે. લતાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કોરોના મહામારીમાં બાહ્ય વ્યક્તિ કે વસ્તુનો સંપર્ક વૃદ્ધો માટે જોખમી નીવડી શકે છે. હું આ ઉદ્યોગમાં પ્રવેશી ત્યારથી દિલીપસાહેબને ઓળખું છું અને તેમણે હંમેશાં મને સાથ આપ્યો છે. 

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer