વિરાટ અને વિલિયમ્સન સાચા અર્થમાં રોલ મૉડલ્સ : લક્ષ્મણ

વિરાટ અને વિલિયમ્સન સાચા અર્થમાં રોલ મૉડલ્સ : લક્ષ્મણ
નવી દિલ્હી, તા. 7 : ભારતના પૂર્વ મીડલઓર્ડર બેટસમેન વીવીએસ લક્ષ્મણનું કહેવું છે કે ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને ન્યુઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન સાચા અર્થમાં રોલ મોડલ્સ છે. યુવા ખેલાડીઓ માટે તેઓ આદર્શ છે. લક્ષ્મણ કહે છે કે બન્ને શ્રેષ્ઠ બેટધર છે અને બન્નેની કેપ્ટનશિપ અલગ-અલગ શૈલિની છે. બન્ને આપસમાં એક-બીજાને ઘણું સન્માન આપે છે. મારું માનવું છે કે બન્ને વચ્ચે કોઇ પ્રતિસ્પર્ધા નથી. બન્ને એક-બીજાની ઉપલબ્ધિઓનું સન્માન કરે છે. બન્ને અસલી રોલ મોડલ્સ છે અને યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. ફાઇનલમાં બન્ને રમતો જોવા દિલચશ્પ બની રહેશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે આઇપીએલની ફ્રેંચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદનો લક્ષ્મણ મેન્ટર છે અને આ ટીમ તરફથી વિલિયમ્સન રમે છે.

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer