મહારાષ્ટ્રમાં નવા દરદી કરતાં સાજા થનારાઓની સંખ્યા બમણી

મુંબઈમાંથી 728 નવા કેસ મળ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 7 : સોમવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 10,219 નવા કેસ મળ્યા હતા. એ સાથે રાજ્યમાંથી અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 58,42,348ની થઈ ગઈ છે. રાજ્યમાં 1,74,320 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. 
મહારાષ્ટ્રમાં આજે 10,219 નવા દરદીઓ મળ્યા હતા. જ્યારે 21,081 દરદીઓ સાજા થયા હતા. અર્થાત્ આજે નવા દરદીઓની તુલનામાં સાજા થનારા દરદીઓની સંખ્યા બમણી હતી.
રવિવારે રાજ્યમાંથી 12,557, શનિવારે 13,659, શુક્રવારે 14,152 અને ગુરુવારે 15,229 નવા કેસ મળેલા. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 154 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. એ સાથે રાજ્યનો મૃત્યાંક 1,00,470નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુ દર 1.72 ટકા છે. 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21,081 દરદી સાજા થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 55,64,348 દરદી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ  95.25 ટકા થયો છે. 
રાજ્યમાં અત્યાર સુધી 3,66,96,139 કોરોના ટેસ્ટ કરવામાં આવી છે. અત્યારે રાજ્યમાં 12,47,033 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 6232 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. 
રાજ્યમાં પુણે જિલ્લામાં સારવાર હેઠળ સૌથી વધુ દરદી છે. પુણેમાં 19,645 દરદી અત્યારે સારવાર લઈ રહ્યા છે. મુંબઈમાં 17,591, થાણે જિલ્લામાં 16,655 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. ગોંદિયામાં સૌથી ઓછા 445 દરદી સારવાર હેઠળ છે.
મીરા-ભાઇંદરમાંથી  84 નવા કેસ મળ્યા 
સોમવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 114 નવા કેસ મળ્યા હતા. જ્યારે થાણે શહેરમાંથી 84 કેસ મળ્યા હતા. જ્યારે નવી મુંબઈમાંથી 68, મીરા-ભાઇંદર પાલિકાની હદમાંથી 84, વસઈ-વિરાર પાલિકામાંથી 123, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકાની હદમાંથી 125, ભિવંડી-નિઝામપુર પાલિકામાંથી પાંચ, ઉલ્હાસનગરમાંથી સાત, પાલઘર જિલ્લમાંથી 48, રાયગઢ જિલ્લામાંથી 393 અને પનવેલ શહેરમાંથી 114 કોરોનાના નવા કેસ મળ્યા હતા. 
પુણે શહેરમાંથી 289, પિંપરી-ચિંચવડમાંથી 199 કોરોનાના નવા કેસ સોમવારે મળ્યા હતા.
સોમવારે મુંબઈમાંથી કોરોનાના 728 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 7,12,329ની થઈ ગઈ છે. 
રવિવારે મુંબઈમાંથી 794, શનિવારે 866, શુક્રવારે 973 અને ગુરુવારે 961 નવા કેસ મળ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 28 દરદીનાં મૃત્યુ થયાં હતાં એ સાથે શહેરનો મૃત્યાંક 15,066નો થઈ ગયો છે. અત્યારે 15,786 દરદી વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લા 24 કલાકમાં 980 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલા દરદીઓની સંખ્યા 6,79,258ની થઈ ગઈ છે. 
શહેરનો રિકવરી રેટ છેલ્લા પાંચ દિવસથી 95 ટકા પર સ્થિર છે જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ વધીને 550 દિવસનો થઈ ગયો છે. શહેરનો ગ્રોથ રેટ અત્યારે 0.12 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 96 બિલ્ડિંગો સીલ છે જ્યારે એક્ટિવ કન્ટેઈન્મેન્ટ ઝોન (ઝૂંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા 26 છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 28,076 ટેસ્ટ કરાઈ હતી. એ સાથે અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 64,53,499ની થઈ ગઈ છે. 

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer