આશા વર્કરો ગ્રામીણ વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન ચલાવે : ઉદ્ધવ

મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આશા વર્કરને ગ્રામીણ વિસ્તારને કોરોના મુક્ત બનાવવા જનજાગૃતિ અભિયાન ચલાવવા વિનંતી કરી હતી. એ સાથે તેમણે કહ્યું હતું કે બાળકો પર જેની અસર થઈ શકે છે એવી ત્રીજી લહેરને રોકવામાં તેઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. 
પેડિયાટ્રિક ટાસ્ક ફોર્સના સભ્યોની સાથે માન્યતા પ્રાપ્ત સોશિયલ હેલ્થ વર્કરને વેબિનાર પર સંબોધતાં ઠાકરેએ કહ્યું હતું કે કોવિડ-19 સંક્રમિત બાળકોની સંભાળ લેતી વખતે ડરવાની જરૂર નથી. 
આશા વર્કરોએ ગ્રામીણ વિસ્તારમાં આગળ આવી રહેવાસીઓને માર્ગદર્શન આપવું જોઇએ. તેમણે પેડિયાટ્રિક ટાસ્ક ફોર્સના સૂચનોનું પાલન કરવાની સલાહ આપે અને દરદીઓની જાણકારી તુરંત પ્રશાસનને આપે.

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer