રિયાનો ખુલાસો : સારા પોતે ડ્રગ્સની સિગારેટ બનાવતી અને સુશાંત સાથે પીતી હતી

મુંબઈ, તા. 7 :  અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતથી જોડાયેલા ડ્રગ મામલે રિયા ચક્રવર્તીએ પોતાના નિવેદનમાં બૉલીવૂડમાં અનેક લોકો ડ્રગ્સ લેતા હોવાની વાતનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ને આપેલા પોતાના નિવેદનમાં સારા અલી ખાન પણ ડ્રગ્સ લેતી હતી. સારા પોતાના હાથોથી ડ્રગ્સ ભરેલી સિગારેટ બનાવતી અને બંને સાથે બેસીને પીતાં હતાં. સુશાંતના પરિવારના પણ કેટલાક લોકો ડ્રગ્સના બંધાણી હોવાનું રિયાએ જણાવ્યું છે. એક ન્યૂઝ ચૅનલે દાવો કર્યો છે કે તેમની પાસે સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ મામલે રિયાની ચાર્જશીટ છે. જેના આધારે તેમણે આ સમાચાર વહેતા કર્યા છે.
રિયાએ એનસીબીને આપેલા પોતાના નિવેદનમાં સારા અલી ખાને તેને મરિજુઆના અને વોડકા આપી હતી. રિયાએ સારા સાથે જૂન 2017માં થયેલી વાતચીતની જાણકારી એનસીબીને આપી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે સારા અલી ખાન મારિજુઆના ડ્રગ્સના રોલ્સ બનાવતી હતી અને ત્યારબાદ અમે સાથે બેસીને તેની ચુસ્કી લેતા હતા. બંનેની ચેટમાં વોડકા અને ડ્રગ્સ વિશેની વાતચીત પણ છે. રિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે સુશાંતની બહેન અને બનેવી પણ ડ્રગ્સ લેતાં હતાં. રિયાએ સુશાંતની બહેનના કેટલાક મેસેજ દેખાડયા હતા જેમાં સુશાંત સાથે બહેન અને બનેવી પણ ડ્રગ્સની સિગારેટ પીતા હોવાનું સામે આવ્યું છે. 

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer