બે માસના ગાળા પછી મુંબઈમાં રેસ્ટોરાં અને જિમ ખૂલ્યાં

મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારે કોરોનાના ટેસ્ટના પૉઝિટિવ રેટ અને અૉક્સિજનના બિછાનાના આધારે પાંચ સ્તરીય માપદંડ નક્કી કર્યા છે. તે અનુસાર મુંબઈનો સમાવેશ લેવલ-ત્રણમાં કરાયો હોવાથી બે માસ બાદ રેસ્ટોરંટ, જિમ્નેશિયમ, સલૂન, જાહેર મેદાનો અને અન્ય વ્યાપારી પ્રતિષ્ઠાનો આજે ખુલ્યાં હતાં. તેના કારણે નાગરિકો અને ખાસ કરીને વેપારીઓએ થોડી રાહતની લાગણી અનુભવી છે. 
મુંબઈ મહાપાલિકાએ લોકોને કોરોનાને નિવારવાના ઉપાયો પાળવામાં ઢીલ નહીં દેખાડવાનો અનુરોધ કર્યો છે.
મુંબઈમાં કેમિસ્ટ અને મેડિકલ શોપને 24 કલાક ખૂલી રાખવાની પરવાગી આપવામાં આવી છે. રેસ્ટોરંટોને 50 ટકા ક્ષમતા સાથે સાંજે ચાર વાગ્યા સુધી ખૂલી રાખવાની પરવાનગી અપાઇ છે. જોકે બાદમાં તેઓ પાર્સલ, ટેક અવે અને હોમ ડિલિવરી ચાલુ રાખી શકશે. ઐખાનગી અને સરકારી કચેરીઓને 50 ટકા હાજરી સાથે સાંજે ચાર વાગ્યા સુધી ખૂલી રાખવાની પરવાનગી આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં આ નિયંત્રણો 15મી જૂન સુધી ચાલુ રહેશે. બાદમાં પૉઝિટિવિટીનો દર અને અૉક્સિજન બેડની ઉપલબ્ધતાને આધારે વિવિધ છૂટછાટો અપાશે.

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer