સ્પીડ પોસ્ટ દ્વારા હવે ગંગામાં અસ્થિ વિસર્જન કરી શકાશે

નવી દિલ્હી, તા. 7 : દેશના પોસ્ટ વિભાગે કોરોનાકાળમાં મૃત્યુ પામ્યા હોય તેવા લોકોના પરિવારજનો માટે એક નવી પહેલ કરી છે. ઓમ દિવ્ય દર્શન સંસ્થાના સહયોગથી પોસ્ટ વિભાગે શરૂ કરેલી પહેલ અંતર્ગત મૃતક વ્યક્તિનાં અસ્થિ સ્પીડ પોસ્ટ દ્વારા વારાણસી, પ્રયાગરાજ, હરિદ્વાર અને ગયા મોકલી શકાશે. ત્યાં સંસ્થાના પ્રતિનિધિઓ વિધિવત્ અસ્થિ વિસર્જન સહિત શ્રાદ્ધ વગેરે કર્મકાંડ કરાવી આપશે.  
દેશના કોઈ પણ ખૂણેથી પોસ્ટ ઓફિસ દ્વારા સ્પીડ  પોસ્ટનાં માધ્યમથી અસ્થિ ઉક્ત જગ્યાઓએ મોકલી શકાશે.     આ સુવિધા મેળવવા માટે    ઈચ્છુક વ્યક્તિએ ઓમ દિવ્ય  દર્શન સંસ્થાના પોર્ટલ htpp://omdivyadarshan.org પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યાર બાદ પોસ્ટ ઓફિસનાં માધ્યમથી અસ્થિઓનું પેકેટ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશ

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer