આઈઓબી,બીઓઆઈ અને સેન્ટ્રલ બૅન્કનું થશે ખાનગીકરણ

નવી દિલ્હી, તા. 7 : સરકારી બેન્કોનાં ખાનગીકરણ મુદ્દે ગરમાવો આવી ગયો છે. થોડા દિવસ પૂર્વે જ સરકારની થિંક ટેન્ક નીતિ આયોગ દ્વારા એ સરકારી બેન્કોનાં નામોની અંતિમ યાદી વિનિવેશ સંબંધિત સચિવોની કોર કમિટીને સોંપવામાં આવી હતી જેનું ખાનગીકરણ થવાનું છે. જો કે હજી સુધી આ બેન્કોનાં નામોનો ખુલાસો થયો ન હતો પરંતુ હવે કેટલાંક નામો સામે આવ્યા છે.
હવે કેટલાંક મીડિયાનાં અહેવાલોમાં આ બેન્કોનાં નામો સામે આવ્યા છે. આમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા(બીઓઆઈ), સેન્ટ્રલ બેન્ક જેવી બેન્કો સામેલ હોવાનું આ બિનસત્તાવાર અહેવાલોમાં કહેવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ચરણમાં સરકાર બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક(આઈઓબી)નાં ખાનગીકરણ ઉપર મંજૂરીની મહોર લગાવી શકે છે.
સરકારી વીમા કંપનીઓની યાદીમાં યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ, ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સનાં નામો પણ અગ્ર હરોળમાં હોવાનું કહેવાય છે. 

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer