બાળકો પર કૉવૅક્સિનનું પરીક્ષણ

દિલ્હી એઇમ્સમાં ક્રીનિંગ શરૂ
નવી દિલ્હી, તા. 7 : ભારતમાં વિકસિત પહેલી રસી કોવેક્સિનનું બાળકો પર પરીક્ષણ શરૂ થવાનું છે. દિલ્હી ખાતે એઇમ્સમાં તેના માટે સોમવાર કે ક્રીનિંગ પણ શરૂ થઇ ગયું હતું.
આ પરીક્ષણ પ્રક્રિયામાં બેથી 18 વરસનાં સ્વયંસેવકો સામેલ કરાશે. પટણા સ્થિત એઇમ્સમાં બાળકો પર રસીની ટ્રાયલ પહેલાં જ શરૂ થઇ ચૂકી છે. પરીક્ષણ કુલ 525 સ્વસ્થ સ્વયંસેવકો પર કરાશે. એકવાર ક્રીનિંગ રિપોર્ટ આવ્યા બાદ પ્રથમ ડોઝ અપાશે.
આ પરીક્ષણ બાળકો પર થઇ રહ્યું હોવાથી તેના માટે માતા- પિતા કે વાલીની લેખિતમાં સહમતી, અનુમતિ જરૂરી રહેશે.
ટ્રાયલમાં સ્વસ્થ હશે તેવાં જ બાળકોને સામેલ કરાશે. એક ફોર્મ ભરીને માવતરે લેખિતમાં મંજૂરી આપવી પડશે.
બાળકોનાં લોહી, કોષના નમૂના લેવા અને સંગ્રહ કરવાની મંજૂરી આપવાની રહેશે. પ્રત્યેક બાળસ્વયંસેવકના કોવિડ-19 અને એન્ટિબોડી ટેસ્ટ ફરજિયાત કરાશે અને નેગેટિવ આવ્યા બાદ જ ટ્રાયલમાં સામેલ કરી શકાશે.

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer