પાકિસ્તાનમાં બે ટ્રેન ટકરાતાં 32નાં મૃત્યુ

ઇસ્લામાબાદ, તા. 7 : પાકિસ્તાનમાં સોમવારે સવારે ભીષણ દુર્ઘટના સર્જાઇ હતી. સિંધ પ્રાન્તનાંડહારકીમાં બે ટેનો વચ્ચે ટક્કર થતાં 32થી વધુ યાત્રીનાં મોત થઇ ગયાં હતાં, તો 50થી વધુ ઘાયલ થયા હતા.
છોટાકી જિલ્લાના ડહારકીમાં મિલ્લત એકસપ્રેસ અને સર સૈયદ એકસપ્રેસ ટ્રેનો ટકરાતાં મિલ્લતના આઠ ડબ્બા પાટા  પરથી ઉતરી  પડયા  હતા.
આજે પરોઢે 3 અને 40 મિનિટે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં ઘાયલ થયેલા યાત્રીઓમાંથી અનેકની તબિયત ગંભીર હોવાથી મરણાંક હજુ વધવાની ભીતિ સેવાઇ હતી.
સર સૈયદ એકસપ્રેસ ટ્રેનનાં એન્જિન સહિત ચાર ડબ્બા પાટા પરથી ઉથલી પડયા હતા. મિલ્લત કરાંચીથી સરગોધા અને સૈયદ એકસપ્રેસ રાવલપિંડીથી કરાંચી તરફ જઇ રહી હતી.
આ લોહિયાળ દુર્ઘટના બાદ પ્રાન્તની હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરીને તમામ તબીબો, સ્ટાફને ફરજ પર બોલાવી લેવાયો હતો. દુર્ઘટના સર્જાયાના ચાર કલાક બાદ પણ કેઇ જ અધિકારી કે રાહત, બચાવકાર્ય માટે જવાનો પહોંચ્યા નહોતા.
અલબત્ત, વિલંબથી રાહત કાર્ય હાથ ધરતાં ઘાયલ યાત્રીઓને ટ્રેકટર ટ્રોલીઓ મારફતે હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer