મુંબઈમાં ભારે વરસાદની આગાહી

મુંબઈમાં ભારે વરસાદની આગાહી
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 7 :  આ અઠવાડિયે મુંબઈ અને મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હોવાથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય પ્રશાસને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા એલર્ટ રહેવાની આજે સૂચના આપી હતી. 
નવમી જૂન અને 12મી જૂન દરમિયાન મુંબઈ મહાનગર પ્રદેશ (એમએમઆર) અને કોંકણમાં ભારે વરસાદની આગાહી છે. 
એક નિવેદનમાં ઉદ્ધવે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કોરોનાના દરદી સહિત તમામ દરદીના ઉપચારમાં કોઈ અવરોધ આવવો ન જોઈએ. નીચાણવાળા વિસ્તારમાં, જોખમી બિલ્ડિંગો અને જમીન ધસી જવાનો ભય હોય એવા ઠેકાણે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા જોઈએ. 
તેમણે જિલ્લાના પાલક પ્રધાનોને જિલ્લા ડિઝાસ્ટર મૅનેજમેન્ટ અધિકારીઓની માટિંગ બોલાવવાની પણ સૂચના આપી હતી. 
મુંબઈની પ્રાદેશિક વેધશાળાએ એક ટ્વીટમાં કહ્યું હતું કે આવતા પાંચ દિવસ હવામાન એકદમ ખરાબ હશે. કોંકણ અને એની આસપાસના મધ્ય પ્રદેશના ઘાટ વિસ્તારમાં દસમી જૂનથી  ભારે વરસાદ પડશે અને એને લઈને ચેતવણી આપવામાં આવી છે. 

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer