પુણેના કેમિકલ પ્લાન્ટમાં ભીષણ આગ : 17 શ્રમિકોનાં મૃત્યુ

પુણેના કેમિકલ પ્લાન્ટમાં ભીષણ આગ : 17 શ્રમિકોનાં મૃત્યુ
પુણે, તા. 7 (પીટીઆઇ):  કેમિકલ (રાસાયણિક) પ્લાન્ટમાં આજે બપોરે બે વાગ્યે અચાનક ભયંકર આગ લાગી હતી. જેમાં 17થી વધુનાં મૃત્યુ થયાં છે. આગ લાગવાની જાણકારી મળ્યા બાદ અગ્નિશમન દળનાં આઠ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. 
અગ્નિશમન દળના અધિકારીએ જણાવ્યું હતું કે મુળશી તાલુકામાંના પીરંગુટ એમઆઇડીસી વિસ્તારમાંની એસવીએસ એકવા ટેકનૉલૉજીના કેમિકલ પ્લાન્ટમાં લાગેલી આગમાં અત્યાર સુધી બાર જણનાં મોત થયાં છે. આ પ્લાન્ટમાં સેનેટાઇઝરનું ઉત્પાદન થાય છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 17 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. કુલ 37 કર્મચારીઓમાંથી 12 હજી પણ ફસાયેલા હોવાનો અંદાજ વ્યકત કરાયો હતો. મોડી સાંજે આગ પર કાબૂ મેળવી લેવાયા બાદ કૂલિંગ અૉપરેશન ચાલી રહ્યું છે.
આ ભીષણ આગની ઘટના પ્રત્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલસોજી વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્ર સરકારે મૃતક દીઠ બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. આગની ઘટનાની તપાસના આદેશો અપાયા છે. 

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer