દિલીપ કુમારની તબિયત સારી; અૉક્સિજન સપોર્ટની જરૂર નથી

દિલીપ કુમારની તબિયત સારી; અૉક્સિજન સપોર્ટની જરૂર નથી
જૈફ અભિનેતા દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ અૉક્સિજન સપોર્ટ પર હતા. જોકે, હાલમાં તેમનાં પત્ની સાયરા બાનુએ દિલીપકુમારની એક તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી છે, જેમાં તેઓ અૉક્સિજન સપોર્ટ વગર જોવા મળે છે. આ પરથી ખ્યાલ આવે છે કે તેમની તબિયત સારી છે.
છેલ્લા ઘણા દિવસોથી 98 વર્ષીય દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ગત રવિવારે તબિયત વધુ કથળતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં તેમનું અૉક્સિજન લેવલ ઓછું થતાં અૉક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા. તેમનાં પત્ની સાયરાબાનુ પતિની તબિયતના સમાચાર સોશિયલ મીડિયા પર આપતાં રહે છે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, મારા પતિ, મારા કોહિનૂર દિલીપસાહેબની તબિયત સ્થિર છે અને ડૉકટરે જણાવ્યું છે કે તેમને જલ્દીથી રજા આપવામાં આવશે. તેમના વિશેની અફવા પર વિશ્વાસ ન કરો, તમે તેમની તબિયત માટે દુઆ કરો.

Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer