આઇસીસીના મંથલી એવૉર્ડ માટે હસન અલી સહિતના ત્રણ ખેલાડી નોમિનેટ

આઇસીસીના મંથલી એવૉર્ડ માટે હસન અલી સહિતના ત્રણ ખેલાડી નોમિનેટ
દુબઇ, તા.8: આઇસીસીએ પ્લેયર ઓફ ધ મન્થ (મે મહિના) માટે ત્રણ પુરુષ અને ત્રણ મહિલા ખેલાડીને નોમિનેટ કર્યાં છે. જેમાં પાકિસ્તાનનો હસન અલી, શ્રીલંકાનો પ્રવીણ જયવિક્રમા અને બંગલાદેશનો મુશફકીર રહેમાન આઇસીસીના મન્થલી એવોર્ડની રેસમાં છે. જયારે મહિલા ક્રિકેટરોમાં સ્કોટલેન્ડની કેથરિન બેસ, આયરલેન્ડની ગેબી લૂઇસ અને લીહ પોલ હરીફાઈમાં છે. હસન અલીએ ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ શ્રેણીમાં પાક. તરફથી બે ટેસ્ટમાં 14 વિકેટ લીધી હતી. જ્યારે શ્રીલંકાના પ્રવીણે બંગલાદેશ સામે મે મહિનામાં રમાયેલા શ્રેણીના બીજા મેચમાં 11 વિકેટ લીધી હતી. બંગલાદેશના રહીમે શ્રીલંકા સામેની વન ડે શ્રેણીમાં 79 રનની સરેરાશથી 237 રન બનાવ્યા હતા. નોમિનેટ ખેલાડીઓ માટેની વોટિંગ લાઇન ખુલી ચૂકી છે.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer