આઇસીસીએ ફાઇનલની અમ્પાયર પૅનલ જાહેર કરી

આઇસીસીએ ફાઇનલની અમ્પાયર પૅનલ જાહેર કરી
દુબઇ, તા.8: આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ માટેની અમ્પાયરની પેનલ આજે જાહેર કરી છે. ફાઇનલ 18થી 22 જૂન દરમિયાન સાઉથમ્પટન ખાતે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ફાઇનલ મુકાબલામાં રિચર્ડ ઇલિંગવર્થ અને માઇકલ ગફ ફિલ્ડ અમ્પાયર હશે. જ્યારે ક્રિસ બ્રોડ મેચ રેફરી હશે. રિચર્ડ કેટલબોરો ટીવી અમ્પાયર તરીકે સેવા આપશે. ચોથા અમ્પાયર તરીકે એલેકસ વ્હાર્ફ સ્ટેન્ડબાયમાં રહેશે. અમ્પાયર પેનલના નામ આજે આઇસીસી તરફથી સિનીયર મેનેજર એડ્રિયન ગ્રિફિથે જાહેર કર્યાં હતા.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer