નવોદિત જિડનસેક સેમિમાં અને ચૅમ્પિયન નડાલ-સ્વિતેક કવાર્ટરમાં

નવોદિત જિડનસેક સેમિમાં અને ચૅમ્પિયન નડાલ-સ્વિતેક કવાર્ટરમાં
ડબલ્સમાં બોપન્નાની હારથી ફ્રૅન્ચ અૉપનમાં ભારતનો પડકાર સમાપ્ત
પેરિસ, તા.8: લાલ માટીનો બાદશાહ સ્પેનનો રાફેલ નડાલ રોલાન્ડ ગેરોસ પર તેની વિજયચક્ર ચાલુ રાખીને કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. ચોથા રાઉન્ડના મેચમાં નડાલે ઇટાલીના ખેલાડી જાનિક સિનરન 7-5, 6-3 અને 6-0થી હાર આપી હતી. નડાલની નજર 14મા વિક્રમી ફ્રેંચ ઓપન ટાઇટલ જીતવા પર છે. આ પહેલા નંબર વન સર્બિયના નોવાકા જોકોવિચે સંઘર્ષ બાદ અંતિમ આઠમાં પ્રવેશ કર્યોં હતો. ઇટાલીના 19 વર્ષીય ખેલાડી લોરેંજો મૂસેટી સામે પહેલા બે સેટ 6-7 અને 6-7થી હારી ગયા બાદ પછીને બે સેટ 6-0 અને 6-1થી આસાનીથી જીતી લીધા હતા. પાંચમાં અને નિર્ણાયક સેટમાં તે 4-0થી આગળ ચાલી રહ્યો હતો ત્યારે ઇટાલીના યુવા ખેલાડીએ ઇજાને લીધે મેચમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો. આથી જોકોવિચ ફ્રેંચ ઓપનમાં 15મી વખત કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો.
બીજી તરફ મેન્સ ડબલ્સમાં ભારતનો રોહન બોપન્ના અને તેના ક્રોએશિયાના જોડીદાર ફ્રેંકો કુગોર કવાર્ટર ફાઇનલમાં હારી ગયા હતા. આથી ફ્રેંચ ઓપનમાં ભારતની ચુનૌતિ સમાપ્ત થઇ છે. આ જોડીને સ્પેનના ખેલાડીઓ પાબ્લો અંડુજાર અને પેટ્રો માર્ટિનેજે 7-5 અને 6-3થી હાર આપી હતી.
મહિલા વિભાગમાં વર્તમાન વિજેતા પોલેન્ડની ઇગા સ્વિતેક પણ આજે કવાર્ટર ફાઇનલમાં પહોંચી છે. તેણીએ યુક્રેનની ખેલાડી માર્ટા કોસ્તયુકને 6-3 અને 6-4થી હાર આપી હતી. જ્યારે આજની રમતમાં સ્લોવોકિયાની નવોદિત યુવા ખેલાડી તમારા જિડનસેક કવાર્ટર ફાઇનલના મેરેથોન મુકાબલામાં સ્પેનની ખેલાડી પોંલા બાદોસને 7-5, 4-6 અને 8-6થી હાર આપીને કોઇ ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટમાં પહેલીવાર સેમિ ફાઇનલમાં પહોંચી છે.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer