કુવૈતથી યુદ્ધજહાજ તરકસ દ્વારા તબીબી સામગ્રી મુંબઈ પહોંચી

મુંબઈ, તા. 8 :  સમુદ્ર સેતુ બે અભિયાન હેઠળ ભારતીય નૌકા દળનું નેવલશિપ તાર્કશ મંગળવારે સાઉદી અરેબિયાના કુવૈતથી પોતાના સતત ત્રીજા પ્રવાસમાં તબીબી પુરવઠો લઇને મુંબઇ બંદરે પહોંચી ગયું છે. આઇએનએસ તાર્કશ 31મી મેએ કુવૈતના અલ સુવૈઝ બંદરે પહોંચ્યું હતું ત્યાંથી 785 ઓકિસજન સિલિંડર લઇને મુંબઈ પહોંચ્યું હતું. ત્યાર બાદ સાઉદી અરેબિયાના એડ દમણ બંદર પર પહેલી જૂને પહોંચીને ત્યાંથી 300 ઓકિસજન સિલિંડરનો પુરવઠો લઇને મંગળવારે સવારે તમામ તબીબી સહાયના પુરવઠા સાથે મુંબઇ આવી પહોંચ્યું હતું. આ અગાઉ આઇએનએસ તાર્કશે દોહા અને બહેરીન એમ બે પ્રવાસ દરમિયાન 982 ઓકિસજન સિલિંડર મુંબઇ પહોંચાડયા હતા.

Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer