બાંગ્લાદેશ પહોંચ્યો બંગાળી વાઘ

કોલકતા, તા.8: પશ્ચિમ બંગાળનાં વન વિભાગે સુંદરવનનાં એક વાઘને કોલર લગાવ્યું હતું. જેનો ઉદ્દેશ વાઘ ઉપર નજર રાખવાનો અને તે કોઈ રહેણાક વિસ્તાર બાજું ન જાય તેની તકેદારી રાખવાનો હતો. જો કે આ વાઘ ચાર માસમાં આશરે 100 કિ.મી. જેટલું અંતર કાપીને છેક બંગલાદેશ પહોંચી ગયો હતો. તેને બંગલાદેશનાં મેંગ્રોવ હિસ્સામાં જોવામાં આવ્યો હતો. આ વાઘ આટલે દૂર પહોંચી જતાં વનવિભાગનાં અધિકારીઓ પણ અચંબિત છે. કારણ કે આ યાત્રા દરમિયાન વાઘે કેટલીક નદીઓ પણ પાર કરી લીધી હતી. 11મી મે બાદ આ વાઘનું લોકેશન મળી રહ્યું હતું.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer