કેન્દ્રને સુપ્રીમનો આદેશ કોરોનાથી અનાથ બાળકોને

તત્કાળ  સહાય આપો 
નવી દિલ્હી, તા.8: કોરોના મહામારીનાં કાળચક્રમાં દેશભરમાં મોટી સંખ્યામાં બાળકો ઉપરથી માતા-પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે. આવા કમનસીબ અનાથ બાળકો મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને નિર્દેશ આપ્યો છે કે, તેમનું શિક્ષણ જારી રહેવું જોઈએ અને તેનાં માટે સરકાર તરફથી આવશ્યક જોગવાઈઓ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આવા બાળકો જે સરકારી કે ખાનગી શાળામાં અભ્યાસ કરતાં હતાં તેમાં જ તેમનું શિક્ષણ ચાલુ રહે તે સુનિશ્ચિત થવું જોઈએ. આ ઉપરાંત બાળકોને ગેરકાયદે દત્તક લેનારી બિનસરકારી સંસ્થાઓ સામે પણ કઠોર કાર્યવાહી કરવાં માટે કહેવામાં આવ્યું છે. તદુપરાંત અદાલતે ઉમેર્યુ હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોની જે કોઈપણ યોજનામાં આવા બાળકો હકદાર બનતા હોય તેમાં તેમને તાત્કાલિક નાણાકીય સહાય પણ પહોંચવી જોઈએ.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer