રસી લો અને ફિક્સ ડિપૉઝિટ પર વધુ વ્યાજ મેળવો !

બે સરકારી બૅન્કોની અૉફર
નવી દિલ્હી, તા. 8 : કોવિડ-19 રસીકરણ માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે અનેક બેન્કોએ  કેટલીક આકર્ષક યોજનાઓનું એલાન કર્યું છે. આવી બે સરકારી બેન્ક છે, જેમણે જાહેરાત કરી છે કે, તેઓ એવા ગ્રાહકોને ફિક્સ ડિપોઝીટ પર ઉંચા વ્યાજદર આપશે જેમણે કોવિડ રસી લગાડી લીધી છે.
સરકારી બેન્ક યુકો બેન્કે સોમવારે પોતાની યુકોવેક્સી-999ની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત બેન્ક પોતાની એફડી પર વર્તમાન વ્યાજદરની  સરખામણીમાં 30 બેઝીસ પોઇન્ટ એટલે કે, 0.30 ટકા વધુ વ્યાજ પોતાના ગ્રાહકોને આપશે.
જોકે, આ યોજના બહુ મર્યાદિત સમય માટે લાગુ રહેશે. એક બેન્ક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઇને જણાવ્યું કે, બેન્ક રસીકરણ ડ્રાઇવને ઉત્તેજન આપવા માટે આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે. `યુકો વેક્સી-999' અંતર્ગત એફડી પર ગ્રાહકોને  વધુ વ્યાજ આપવામાં આવશે. આ યોજનાનો  લાભ 30મી સપ્ટેમ્બર સુધી ઉઠાવી શકાશે.
યુકો બેન્ક ઉપરાંત સેન્ટ્રલ બેન્ક ઓફ?ઇન્ડિયા પણ આવી જ યોજના ચલાવી રહી છે. આ સરકારી બેન્કે એપ્રિલમાં પણ `ઇમ્યુન ઇન્ડિયા ડિપોઝીટ સ્કીમ'ની યોજના કરી હતી. જે અંતર્ગત વેક્સિનેશન કરાવી ચૂકેલા ગ્રાહકોને એપ્લીકેબ્સ કાર્ડ રેટની સરખામણીમાં 25 બેઝીસ પોઇન્ટ એટલે કે, 0.25 ટકા વધુ દર પર વ્યાજ મળશે.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer