જોખમોને ધ્યાનમાં લઈને ઘરે ઘરે વૅક્સિનેશન ટાળ્યું : કેન્દ્ર

નવી દિલ્હી, તા.8: દેશમાં કોરોનાની રફતાર ઘટી છે અને વેક્સિનેશનની વધી છે. જો કે વેક્સિનેશન બાદ પણ દેશમાં અત્યાર સુધીમાં 475 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બોમ્બે હાઇ કોર્ટમાં દાખલ કરેલાં 14 પાનાનાં સોગંદનામામાં જણાવ્યું કે 28 મે સુધીમાં અત્યાર સુધીમાં જેટલા લોકોનું વેક્સિનેશન કરાયું છે તેમાંથી 475 લોકોનાં મૃત્યુ થયાં છે. 
કેન્દ્ર સરકારે સોગંદનામામાં વધુમાં કહ્યં કે ઘરની નજીક વેક્સિનેશનથી વધુ સારું ઘર-ઘર વેક્સિનેશન હશે. કોરોના માટે વેક્સિન પ્રશાસન પર રાષ્ટ્રીય વિશેષજ્ઞોના સમૂહે હાઇ કોર્ટના આદેશને જોયો હતો. જેમાં વૃદ્ધો અને વિકલાંગો માટે ઘર ઘર રસીકરણ અભિયાન ચલાવવાનું કહેવામાં આવ્યું હતું. નિષ્ણાતોની બેઠકમાં સર્વસંમતિ સધાઈ હતી કે જોખમોને કારણે કોરોના વેક્સિનેશન ઘર ઘર કરી ન શકાય. ઘરની નજીક વેક્સિનેશન કરી શકાય.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer