મુંબઈમાં સગીરાને એફ્રોડિસિયાકસ ઇન્જેકશન આપીને બળાત્કાર

મુંબઈ, તા. 8 : અંધેરીમાં એક સગીરાનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજારનારા ચારની ધરપકડ કરવામાં આવી છે. જુનિયર કૉલેજમાં શિક્ષણ લેતી આ સગીરા બિઝનેસમૅનની પુત્રી છે. પાડોશમાં જ રહેતા યુવાને તેને દવા અને ઇન્જેકશન સ્વરૂપે ઉપલબ્ધ એવા એફ્રોડિસિયાકસ લેવા માટે દબાણ કર્યું હોવાનું પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. 
પાડોશીઓ તેના પર અત્યાચાર ગુજાર્યો તેની જાણકારી આરોપીની પત્નીને પણ હોવાનો આરોપ પીડિતાએ મૂકયો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય બે આરોપીઓ પૈકી એક સગીરાનો પિતરાઇ ભાઇ અને એક કાકા છે. કાકાના 19 વર્ષના પુત્ર સાથે પીડિતાના સંબંધ હતા. પીડિતાએ જણાવ્યું હતું કે તેને એફ્રોડિસિયાકસની ગોળીઓની લત લાગી હતી. તારી એક વીડિયો કલીપ અમારી પાસે હોવાનું જણાવી પાડોશી દંપતી મને બ્લૅકમેલ કરતું હતું અને હું માનસિક તાણમાં સપડાઇ હતી. સતત માનસિક દબાણ અને હેરાનગતિને પગલે સગીરાએ પાડોશી તેમ જ તેના પિતરાઇ કાકા અને ભાઇ વિરુદ્ધ છેતરપિંડી, બળાત્કાર હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer