બોગસ પદવી મામલે ફિલ્મ નિર્માત્રી સ્વપ્ના પાટકરની ધરપકડ

મુંબઇ, તા. 8 : બનાવટી ડૉકટર પદવી મામલે સાઇકોલોજિસ્ટ અને ફિલ્મ નિર્માત્રી સ્વપ્ના પાટકરની બાંદરા પોલીસે બપોરે ધરપકડ કરી છે. બાંદરા પોલીસ સ્ટેશનમાં પાટકર (39) સામે 26મી મેએ  ભારતીય દંડ સંહિતાની કલમ 419 (વ્યકિતગત ચાટિંગ), 420 (ચીટિંગ), 467 (છેતરપિંડી), 468 (છેતરપિંડીના હેતુથી ચીટિંગ), 471 હેઠળ ગુનાની નોંધ થઇ છે. બાંદરા (પશ્ચિમ)માં આવેલી લીલાવતી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં બનાવટી પદવીના આધારે પાટકર વર્ષ 2016થી સાઇકોલૉજિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે.  51 વર્ષના સમાજસેવક ગુરદીપ કૌર સિંઘે પાટકર સામે પુરાવા મેળવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અનુસાર કાનપુરની છત્રપતિ શાહુજી મહારાજ વિશ્વ વિદ્યાલયમાંથી વર્ષ 2009માંથી પાટકરે જે પીએચડીની પદવી હાંસલ કરી છે તે બોગસ અને બનાવટી છે. 
હોસ્પિટલમાં કામ મેળવવા માટે પાટકરે ખોટા દસ્તાવેજોના આધારે આ પદવી બનાવડાવી હતી. પુરાવા ભેગા કર્યા બાદ સિંઘે 26મી મેએ બાંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પાટકરની ધરપકડ બાદ તેને બુધવારે કોર્ટમાં કસ્ટડી મેળવવા હાજર કરાશે એમ બાંદરા પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer