અનિલ દેશમુખ ભ્રષ્ટાચાર કેસ : સીબીઆઇ અગિયારમી જૂન સુધી કોઇ કાર્યવાહી નહીં કરે

અનિલ દેશમુખ ભ્રષ્ટાચાર કેસ : સીબીઆઇ અગિયારમી જૂન સુધી કોઇ કાર્યવાહી નહીં કરે
મુંબઈ, તા. 8 : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ બોમ્બે હાઇકોર્ટ સમક્ષ મંગળવારે પોતાના પૂર્વ નિવેદનની સમયાવધિ વધારીને જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર પાસે માગવામાં આવેલા દસ્તાવેજોને મામલે 11 જૂન સુધી કોઇ કાર્યવાહી કરશે નહીં. સીબીઆઇએ પોલીસ ભરતી અને બદલીમાં કથિત ભ્રષ્ટાચાર અંગે વરિષ્ઠ આઇપીએસ અધિકારી રશ્મિ શુકલાએ કરેલી ફરિયાદના આધારે તેને સંબંધિત તમામ દસ્તાવેજો મહારાષ્ટ્ર સરકાર પાસે માગ્યા છે. 
ન્યાયાધીશ એસએસ શિંદે અને ન્યાયાધીશ એનજે જમાદરની ખંડપીઠે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારની અરજી પર દસમી જૂને સુનાવણી થશે જેમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામેની એફઆઇઆરમાંથી બે ફકરા રદ કરવાની વિનંતી કરાઇ હતી. કોર્ટ તે દિવસે એફઆઇઆર સામેની અરજી પર પણ સુનાવણી કરશે.  સીબીઆઇએ 21 એપ્રિલે દેશમુખ સામે ભ્રષ્ટાચાર અને સરકારી પદના દુરુપયોગના કથિત આરોપો બાદ એફઆઇઆર નોંધી હતી. આ એફઆઇઆરમાંથી બે ફકરા રદ કરવાની અરજી મહારાષ્ટ્ર સરકારે કરી હતી જેની સુનાવણી દસમી જૂને થશે.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer