તાતા મુંબઈ મૅરેથોન અને ટાઈગર શ્રોફની ઈચ વન પ્લાન્ટ વન પહેલ

તાતા મુંબઈ મૅરેથોન અને ટાઈગર શ્રોફની ઈચ વન પ્લાન્ટ વન પહેલ
તાતા મુંબઈ મૅરેથોન અને તેના બ્રાન્ડ ઍમ્બેસેડર ટાઈગર શ્રોફે પ્રોજેકટ મુંબઈની પહેલ ઈચ વન પ્લાન્ટ વન પહેલને તાજેતરમાં ગયેલા વિશ્વ પર્યાવરણ દિને ટેકો જાહેર કર્યો હતો. ટાઈગર પર્યાવરણની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને આ માટે ઘર આંગણેથી શરૂઆત કરવાનું સૂચન કરે છે. ઈચ વન પ્લાન્ટ વન નાગરિકોને ઘરના સુરક્ષિત વાતાવરણમાં છોડ રોપવા પ્રોત્સાહિત કરે છે. સામાજિક પરિવર્તન લાવવામાં તાતા મુંબઈ મૅરેથોન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત તે દેશનું સૌથી મોટું સખાવતી પ્લેટફોર્મ અને માનવતાનું જયોતિર્ધર છે. તેણે સ્વયંસેવી સંસ્થા પ્રોજેકટ મુંબઈ સાથે જોડાણ કર્યું છે. 
ટાઈગર શ્રોફે જણાવ્યું હતું કે, ઈચ વન પ્લાન્ટ વન પહેલ ઉત્તમ આવતીકાલની પ્રતીક છે. પર્યાવરણીય પરિવર્તનની તૈયારી કરવી સરળ નથી. આ માટે પ્રતિબદ્ધતા હોવી જરૂરી છે અને તેનો આરંભ એક ડગલાથી થાય છે. આ હરિત યાત્રામાં દરેકે પોતાના ઘરમાં એક છોડ રોપવો જોઈએ.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer