હોરર કૉમેડીમાં રિતેશ દેશમુખ અને સોનાક્ષી સિન્હાની જોડી

હોરર કૉમેડીમાં રિતેશ દેશમુખ અને સોનાક્ષી સિન્હાની જોડી
લૉકડાઉન દરમિયાન વધુ ફિલ્મો ન કરનારી અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ હવે ફિલ્મ સાઈન કરી છે. રીમા કાગતીની વૅબ સીરિઝ ફૉલન બાદ હૉરર કૉમેડી ફિલ્મમાં સોનાક્ષીની સાથે રિતેશ દેશમુખ હશે. છેલ્લે સલમાન ખાન સાથે દબંગ-3માં સોનાક્ષી જોવા મળી હતી અને મલ્ટિસ્ટારર ફિલ્મ ભુજ : ધ પ્રાઈડ અૉફ ઇન્ડિયાની રજૂઆતની રાહ જોઈ રહી છે. તેણે અૉફબીટ ફિલ્મ બુલબુલ તરંગ પણ સાઈન કરી હતી. હવે તે હૉરર કૉમેડી ફિલ્મની તૈયારી કરી રહી છે. આ ફિલ્મના દિગ્દર્શક નવોદિત છે અને શાટિંગ માટે ટીમ ટૂંક સમયમાં રાજસ્થાન જશે.  
રિતેશ અત્યારે ઓટીટી પ્લેટફોર્મ પર પ્રવેશવાની તૈયારી કરી રહ્યો છે. શશાંક ઘોષની આ ફિલ્મમાં તેની સાથે દક્ષિણની અભિનેત્રી છે. આ વૅબ ફિલ્મના લેખક રજત અરોરા છે, જેમણે વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ, ડર્ટી પિક્ચર, અઝહર અને થલાઈવી જેવી ફિલ્મ લખી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રજૂ થશે.

Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer