દિલીપ કુમારના ડાબા ફેફસાંમાંથી પ્રવાહી કાઢવામાં આવ્યું

દિલીપ કુમારના ડાબા ફેફસાંમાંથી પ્રવાહી કાઢવામાં આવ્યું
અભિનેતા દિલીપ કુમાર પર પ્લુરલ અસ્પાયરેશન પ્રક્રિયા કરવામાં આવી છે અને તેમની તબિયત સારી છે. તેમના ડાબા ફેફસાંની બહારની બાજુ પ્રવાહીનો ભરાવો થવાને લીધે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. 98 વર્ષના દિલીપ કુમારને બાયલેટરલ પ્લુરસ એફ્યુઝન હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. તેમનાં પત્ની સાયરા બાનુએ અભિનેતાની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું. દિલીપ કુમારના ડૉકટરે આ સમાચારને પુષ્ટિ આપતાં કહ્યું હતું કે, ડાબા ફેફસાંની બહારની બાજુથી 350 મિલિ. પ્રવાહી કાઢવામાં આવ્યું છે. હવે તેમનું અૉક્સિજનનું પ્રમાણ બરોબર થઈ ગયું છે. જો બધું સારું હશે તો આવતીકાલે તેમને આઈસીયુમાંથી બહાર લાવવામાં આવશે અને બે - ત્રણ દિવસમાં તેઓ ઘરે જઈ શકશે. 

Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer