રામાયણ સિરિયલ જોઈ પાત્રની તૈયારી કરી : સની સિંહ

રામાયણ સિરિયલ જોઈ પાત્રની તૈયારી કરી : સની સિંહ
રામાનંદ સાગરની રામાયણ સિરિયલે ભારતીય ટીવી ઉદ્યોગની ઓળખ બદલી નાખી છે. આ સિરિયલ ભારતીય દર્શખોના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. દુનિયામાં સૌથી વધુ જોવાયેલા પૌરાણિક શો તરીકેનું બહુમાન પણ આ શો 2003 સુધી ધરાવતો હતો. 1987થી 1988 દરમિયાન પ્રસારિત થયેલા .  આ સિરિયલને ઉત્સફુર્ત પ્રતિસાદ મળ્યો હતો. આ સિરિયલ બાદ રામાયણ આધારિત જેટલી પણ સિરિયલો કે ફિલ્મ બની છે તેના કલાકારો આ સિરિયલમાંથી જ પ્રેરણા લેતાં આવ્યા છે. હવે આદિપુરુષ ફિલ્મ રામાયણ પરથી બની રહી છે. આમાં પ્રભાસ રામનું અને સની સિંહ લક્ષ્મણનું પાત્ર ભજવે છે. સનીએ પણ લક્ષ્મણનું પાત્રની તૈયારી કરવામાં રામાનંદ સાગર નિર્મિત રામાયણમાંથી મદદ મળી હતી. તેણે કહ્યું હતું કે, નાનપણમાં મારા માતાપિતા સાથે રામાયણ જોતો હતો, પરંતુ ત્યારે મેં પાત્રો પર વધારે ધ્યાન આપ્યું નહોતું. મને તો વાર્તામાં રસ પડતો હતો. હવે હું લક્ષ્મણની ભૂમિકા ભજવવાનો છે. આથી આ પાત્રને સમજવા માટે મેં આ સિરિયલ ફરી જોઈ અને મને તેમાંથી લક્ષ્મણના પાત્રની રીતભાત, પોશાક તથા ભાગભંગિમા વિશે ઘણું જાણવા મળ્યું છે.

Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer