આઇસીસીના ટેસ્ટ ક્રમાંકમાં જાડેજાને ફાયદો

આઇસીસીના ટેસ્ટ ક્રમાંકમાં જાડેજાને ફાયદો
કિવિ અનુભવી ઝડપી બોલર  સાઉધી ત્રીજા નંબરે પહોંચ્યો
દુબઇ, તા.9: આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ફાયદો થયો છે. તે ઓલરાઉન્ડરોની ક્રમાંક સૂચિમાં બીજા સ્થાને આવી ગયો છે. તેણે ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી બેન સ્ટોકસને પાછળ રાખી દીધો છે. જાડેજાના 386 અને સ્ટોકસના 38પ પોઇન્ટ છે. વેસ્ટ ઇન્ડિઝનો પૂર્વ સુકાની જેસન હોલ્ડર આ લિસ્ટમાં પહેલા નંબર પર છે. ભારતનો રવિચંદ્રન અશ્વિન ચોથા ક્રમનો ઓલરાઉન્ડર છે. તેના 3પ3 પોઇન્ટ છે.
આઇસીસી ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં ન્યુઝીલેન્ડના ઝડપી બોલર ટિમ સાઉધીને ફાયદો થયો છે. તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. પહેલા તે 6 નંબર પર હતો. ઇંગ્લેન્ડ સામેના પહેલા ટેસ્ટમાં 7 વિકેટ લેવાનું તેને ઇનામ મળ્યું છે. તેના કુલ 838 પોઇન્ટ છે. આ સૂચિમાં ભારતીય સ્પિનર અશ્વિન 8પ0 પોઇન્ટ સાથે બીજા સ્થાને ઓસિ. બોલર પેટ કમિન્સ 908 પોઇન્ટ સાથે ટોચ પર છે. કિવિ બોલર નીલ વેગનાર ચોથા નંબરે છે. આ પછી જોશ હેઝલવૂડ છે. એન્ડરસન છઠ્ઠા ક્રમે છે.
આઇસીસી ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં ભારતીય વિકેટકીપર ઋષભ પંત સાથી ખેલાડી રોહિત શર્મા સાથે સંયુકત રીતે છઠ્ઠા સ્થાને છે. કેન વિલિયમ્સન પહેલા ક્રમે ટકી રહ્યો છે. આ પછી અનુક્રમે સ્ટિવન સ્મિથ, માર્નસ લાબુશેન, વિરાટ કોહલી, હેનરી નિકોલ્સ છે.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer