બીજી ટેસ્ટમાં રમી એન્ડરસન બનાવશે એક ખાસ રેકર્ડ

બીજી ટેસ્ટમાં રમી એન્ડરસન બનાવશે એક ખાસ રેકર્ડ
બર્મિંગહામ, તા.9: ઈંગ્લેન્ડનો અનુભવી ઝડપી બોલર ગુરૂવારે ન્યુઝીલેન્ડ વિરૂધ્ધના બીજા ટેસ્ટમાં મેદાને પડશે ત્યારે તે એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરશે. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાના મામલે તે પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકને પાછળ રાખીને પહેલા સ્થાન પર આવી જશે. બીજા ટેસ્ટની પૂર્વ સંધ્યાએ એન્ડરસને કહ્યં કે એક સમયે તેને લાગી રહ્યં હતું કે ટેસ્ટ ક્રિકેટ માટે તે પરફેકટ બોલર નથી.
એન્ડરસને 18 વર્ષ અગાઉ 2003માં લોર્ડસમાં ઝિમ્બાબ્વે વિરૂધ્ધ તેની ટેસ્ટ કેરિયર શરૂ કરી હતી. એન્ડરનસે કહ્યંy આ વર્ષો અભૂતપૂર્વ રહ્યા. કૂક જેટલા મેચ રમવા મારા માટે ગર્વની વાત છે. મને લાગે છે કે હું બહુ સારો બોલર નથી. કાઉન્ટિ ક્રિકેટથી ઘણો બદલાવ આવ્યો છે. એન્ડરસનના નામે 161 ટેસ્ટ મેચમાં કુલ 616 વિકેટ છે. તે મુરલીધરન (800), વોર્ન (708) અને અનિલ કુંબલે (619) પછીનો ચોથો સર્વાધિક વિકેટ લેનારો બોલર છે. ખાસ વાત એ છે કે પહેલા ત્રણેય બોલર સ્પિનર છે. જ્યારે એન્ડરસન ઝડપી બોલર છે. કોઇ ઝડપી બોલર માટે 162મો ટેસ્ટ રમવો બહુ જ મોટી સિધ્ધિ છે. 

Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer