વિશ્વ બૅન્કે ઘટાડયું ભારતમાં જીડીપી વૃદ્ધિદરનું અનુમાન

નવી દિલ્હી, તા. 9 : વિશ્વ બેન્કે નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતના જીડીપીના વૃદ્ધિ દરનો અંદાજ પહેલા બતાવવામાં આવેલા 10.1 ટકાથી ઘટાડીને 8.3 ટકા કર્યો છે. વિશ્વ બેન્કના કહેવા પ્રમાણે કોરોના મહામારીની અત્યારસુધીની સૌથી ખુંખાર બીજી લહેરના કારણે આર્થિક રિકવરની નુકસાન પહોંચ્યું છે. કરજ આપનારા વૈશ્વિક સંસ્થાને 2022-23માં આર્થિક વૃદ્ધિ દર 7.5 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
વિશ્વ બેન્કે ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટસના નવા સંસ્કરણમાં કહ્યું છે કે, ભારતમાં 2020-21ના બીજા છ માસિક ગાળામાં ખાસ કરીને સેવા ક્ષેત્રમાં તીવ્ર રિકવરી જોવા મળી રહી હતી. જો કે કોરોનાની બીજી લહેરે તેના ઉપર પ્રતિકુળ અસર પાડી છે. સંસ્થાન અનુસાર મહામારીની શરૂઆતમાં કોઈપણ દેશની સરખામણીએ સર્વાધિક ભીષણ લહેર ભારતમાં આવી અને તેનાથી આર્થિક રિકવરીને નુકસાન પહોંચ્યું હતું.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer