સેટેલાઈટ અગાઉથી આપશે ચક્રવાતની જાણકારી

નવી દિલ્હી, તા. 9 : ભારતીય વૈજ્ઞાનિકોએ એવી ટેક્નિક શોધી છે જેના મારફતે સેટેલાઈટ પહેલા જ ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં હવામાનની પરખ કરીને ચક્રવાતી તોફાનની જાણકારી મેળવી શકાશે. ચક્રવાતી તોફાન અંગે પહેલાથી જાણકારી મળી જવાનું સામાજિક અને આર્થિક મહત્ત્વ છે. અત્યારસુધી રિમોટ સેન્સિંગ ટેક્નોલોજીની મદદથી ચક્રવાતની જાણકારી મેળવવામાં આવતી હતી. જો કે ગરમ સમુદ્રી સપાટી ઉપર ઓછા દબાણનું ક્ષેત્ર બન્યા બાદ જ માહિતી મળી શકતી હતી. વિશેષજ્ઞોના માનવા પ્રમાણે સાયક્લોન અંગે ઝડપથી માહિતી મળવાથી તેનો સામનો કરવા માટે પર્યાપ્ત સમય મળી રહેશે. ગરમ સમુદ્રી સપાટી ઉપર સાયક્લોનિક સિસ્ટમ બનતા પહેલા વાયુમંડળમાં અસ્થિરતાની સ્થિતિ સાથે દબાણનો વિસ્તાર જોવા મળે છે. જેનો ઉપયોગ ચક્રવાત અંગે જાણકારી મેળવવા માટે થાય છે. આઈઆઈટી ખડગપુરના વૈજ્ઞાનિક જીયા એલબર્ટ, વિષ્ણુપ્રિયા સાહુ અનેપ્રસાદ કે ભાસ્કરનની ટીમે ક્લાઈમેટ ચેન્જ પ્રોગ્રામ હેઠળ ભારત સરકાર હેઠળ આવતા ડિપાર્ટમેન્ટ ઓફ ટેક્નોલોજીના સહયોગથી ઈડી ડિટેક્શન ટેક્નોલોજી ટેક્નિકનો ઉપયોગ કરીને નવી પદ્ધતિ વિકસાવી છે.

Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer