નાસાના યાન જુનોએ ગુરુના સૌથી મોટા ચંદ્રની તસવીર મોકલી

નાસાના યાન જુનોએ ગુરુના સૌથી મોટા ચંદ્રની તસવીર મોકલી
વોશિંગ્ટન, તા. 9: નાસાનાં જુનો અંતરિક્ષ યાને બે દશકથી વધારે સમયમાં બૃહસ્પતિના સૌથી મોટા ચંદ્રની નજીકથી ઉડાન ભરીને બે ચિત્ર મોકલ્યાં છે. 7 જૂનના ઉડાન દરમિયાન જુનો ગુરુ ગ્રહના સૌથી મોટા ચંદ્ર ગેનિમેડની સપાટીથી 1038 કિમી નજીક પહોંચ્યું હતું અને ગુરુની ભ્રમણકક્ષાના જુનોકેમ ઇમેજર અને તેના સ્ટેલ રેફરન્સ યુનિટ સ્ટાર કેમેરાએ બે ચિત્ર લીધાં હતાં. તસવીરોમાં ક્રેટર, સ્પષ્ટ રીતે અલગ ડાર્ક અને બ્રાઇટ ટેરેન અને લાંબી સંરચનાત્મક વિશેષતાઓ જોવા મળે છે. 

Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer