દક્ષિણ આફ્રિકામાં વિશ્વવિક્રમ : 37 વર્ષીય મહિલાએ એકસાથે દસ બાળકોને જન્મ આપ્યો

દક્ષિણ આફ્રિકામાં વિશ્વવિક્રમ : 37 વર્ષીય મહિલાએ એકસાથે દસ બાળકોને જન્મ આપ્યો
પ્રિટોરિયા, તા. 9 : દક્ષિણ આફ્રિકાના ગોટેંગ પ્રાન્તમાં એક મહિલાએ એકસાથે 10 બાળકને જન્મ આપીને દુનિયા આખીનું ધ્યાન ખેંચનારો વિશ્વવિક્રમ સર્જ્યો છે. પ્રિટોરિયાની હોસ્પિટલમાં 37 વર્ષની ગોસેમ થમારા સિથોલેએ 29 અઠવાડિયાના ગર્ભકાળ બાદ 10 બાળકને જન્મ આપ્યો છે. સિથોલાના પતિ તેબોહો સોતેત્સીએ જણાવ્યું હતું કે, હું ભારે ભાવુક છું અને બેહદ ખુશ છું. આનંદ એટલો છે કે કંઇ કહી શકતો નથી. ગોસેમ ગર્ભાવસ્થાના સમય દરમ્યાન શરૂઆતમાં ખૂબ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ હતી. અત્યારે માતા અને બાળકોની તબિયત સ્વસ્થ છે. તબીબોમાં ભારે કુતૂહલ ફેલાયું હતું.

Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer