નુસરત જહાંએ નિખિલ જૈન સાથે સંબંધ તોડયા

નુસરત જહાંએ નિખિલ જૈન સાથે સંબંધ તોડયા
વિદેશના લગ્ન ભારતમાં માન્ય નહીં
નવી દિલ્હી, તા.9 : તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાંએ આખરે તેના પતિ નિખિલ જૈનથી અલગ થવાની જાહેરાત કરી છે. નુસરત અને નિખિલના સંબંધોમાં અણબનાવના સમાચાર લાંબા સમયથી હતા અને હાલમાં જ નુસરત ગર્ભવતી હોવાની પણ ચર્ચા હતી. નુસરત અને નિખિલ વચ્ચે અણબનાવની ચર્ચા વચ્ચે નુસરતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક વિદેશી ભૂમિ પર થવાને કારણે તુર્કી મેરેજ રેગ્યુલેશન મુજબ અમારા લગ્ન અમાન્ય છે. આ ઉપરાંત  આ બે ધર્મના લોકો વચ્ચે થયેલાં લગ્ન હોવાથી ભારતમાં તેને કાનૂની માન્યતા આપવાની જરૂર હતી પરંતુ તેવું કરવામાં આવ્યું ન હતું. એટલે તલાકનો પ્રશ્ન જ ઊભો થતો નથી. નુસરત ગર્ભવતી હોવા અંગે તેના પતિ નિખિલે કહ્યું હતું કે તેને એવી કોઈ જાણકારી નથી અને જો તેવું હોય તો સંતાન તેનું નથી. દરમ્યાન, નુસરતનું નામ બંગાળી અભિનેતા યશ દાસગુપ્તાથી જોડાઈ રહ્યું છે.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer