મુંબઈમાં કોરોનાના કેસ બમણા થવાનો દર 553 દિવસ થયો

મુંબઈમાં કોરોનાના કેસ બમણા થવાનો દર 553 દિવસ થયો
મહારાષ્ટ્રમાં કોરોનાના 1,61,864 ઍક્ટિવ દરદીઓ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 9 : બુધવારે મુંબઈમાંથી કોરોનાના 788 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 7,13,790ની થઈ ગઈ છે. 
મંગળવારે મુંબઈમાંથી 673, સોમવારે 728, રવિવારે 794 અને શનિવારે 866 નવા કેસ મળ્યા હતા. 
છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 27 દરદીના મૃત્યુ થયા હતા એ સાથે શહેરનો મૃત્યાંક 15,100નો થઈ ગયો છે. અત્યારે 15,947 દરદી વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લાં 24 કલાકમાં 511 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલાં દરદીઓની સંખ્યા 6,80,520ની થઈ ગઈ છે. 
શહેરનો રિકવરી રેટ છેલ્લાં સાત દિવસથી 95 ટકા પર સ્થિર છે જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ વધીને 553 દિવસનો થઈ ગયો છે. શહેરનો ગ્રોથ રેટ અત્યારે 0.12 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 62 બિલ્ડિગો સીલ છે જ્યારે એક્ટિવ કન્ટેઈન્મેન્ટ ઝોન (ઝુંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા 28 છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 29,082 ટેસ્ટ કરાઈ હતી. એ સાથે અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 65,09,573ની થઈ ગઈ છે. 
બુધવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 10,989 નવા કેસ મળ્યા હતા. એ સાથે રાજ્યમાંથી અત્યાર સુધી મળેલાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 58,63,880ની થઈ ગઈ છે. રાજ્યમાં 1,61,864 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. રાજ્યનો પોઝિટિવિટિ રેટ 15.79 ટકા છે. 
મંગળવારે રાજ્યમાંથી 10,891, સોમવારે 10,219, રવિવારે 12,557 અને શનિવારે 13,659 નવા કેસ મળેલા. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 261 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. એ સાથે રાજ્યનો મૃત્યાંક 1,01,833નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુ દર 1.74 ટકા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં16,379 દરદી સાજા થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 55,97,304 દરદી સાજા થયાં છે. રાજ્યનો રિકવરી રેટ 95.45 ટકા  છે. 
રાજ્યમાં અત્યાર સુધી 3,71,28,093 કોરોના ટેસ્ટ કરવામાં આવી છે અને એમાંથી 58,63,880 (15.79 ટકા) ટેસ્ટ પોઝિટિવ આવી છે. અત્યારે રાજ્યમાં 11,35,347 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 6494 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. 
રાજ્યમાં પુણે જિલ્લામાં સારવાર હેઠળ સૌથી વધુ દરદી છે. પુણેમાં 19,275 
દરદી અત્યારે સારવાર લઈ રહ્યા છે. મુંબઈમાં 17,939, થાણે જિલ્લામાં 16,076 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. પાલઘર જિલ્લામાં સૌથી ઓછા 44 દરદી સારવાર હેઠળ છે. 
મીરા-ભાયંદરમાંથી 91 નવા કેસ મળ્યા 
બુધવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 95 નવા કેસ મળ્યા હતા. જ્યારે થાણે શહેરમાંથી 127 કેસ થાણે શહેરમાંથી મળ્યા હતા. નવી મુંબઈમાંથી 63, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી 91, વસઈ-વિરાર પાલિકામાંથી 186, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકાની હદમાંથી 117, ભિવંડી-નિઝામપુર પાલિકામાંથી છ, ઉલ્હાસનગરમાંથી ચાર, પાલઘર જિલ્લમાંથી 275, રાયગઢ જિલ્લામાંથી 554 અને પનવેલ શહેરમાંથી 100 કોરોનાના નવા કેસ મળ્યા હતા. 
પુણે શહેરમાંથી 404, પિંપરી-ચિંચવડમાંથી 283 કોરોનાના નવા કેસ બુધવારે મળ્યા હતા.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer