અનુપચંદ્ર પાંડે દેશના નવા ચૂંટણી કમિશનરપદે

અનુપચંદ્ર પાંડે દેશના નવા ચૂંટણી કમિશનરપદે
નવી દિલ્હી, તા.9: ઉત્તરપ્રદેશનાં પૂર્વ મુખ્ય સચિવ અનૂપચંદ્ર પાંડેએ આજે દેશની રાજધાની દિલ્હીમાં ચૂંટણી કમિશનરનો પદભાર સંભાળી લીધો હતો. થોડા દિવસ પૂર્વે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાંડેનાં નામ ઉપર મંજૂરીની મહોર લગાવી હતી. ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) સુનીલ અરોડાએ 12 એપ્રિલે પદ છોડયું હતું. તેમણે પદ છોડયા બાદ ત્રણ સદસ્યની પેનલમાં એક જગ્યા ખાલી પડી હતી. અત્યારે સુનીલ ચંદ્રા મુખ્ય ચૂંટણી કમિશનર છે અને રાજીવ કુમાર અન્ય ચૂંટણી કમિશનર છે.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer