મહારાષ્ટ્રમાં દસમાના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માપદંડ જાહેર

મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની એસએસસીના વિદ્યાર્થીઓના વર્ષ 2021 માટેના મૂલ્યાંકન માપદંડની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રની દરેક શાળાઓએ વીસમી જૂન સુધી મહારાષ્ટ્ર બોર્ડને મહારાષ્ટ્ર એસએસસી રિઝલ્ટ 2021 માટે માપદંડ (અસેસમેન્ટ) અનુસાર ઇન્ટરનલ માર્કસ(આંતરિક ગુણ) જમા કરાવવાના રહેશે. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષા બોર્ડ ત્રીજી જુલાઇથી પરિણામ માટેની પ્રક્રિયા શરૂ કરી દેશે. મૂલ્યાંકન માપદંડ પર શિક્ષકોને પ્રશિક્ષિત કરવા માટે સરકારે યુટયુબ પર વીડિયો મૂકયો છે. જેની સત્તાવાર વેબસાઇટ ળફવફવતતભબજ્ઞફમિ.શક્ષ પર ગુણોના અપડેશન અને મૂલ્યાંકન માટે એક ફોર્મ ઉપલબ્ધ કરાયું છે. 
સ્કૂલોએ વીસમી જૂનથી 30 જૂન સુધીમાં અૉનલાઇન અંક જમા કરવા અને અપલોડ કરવાની આવશ્યકતા છે. 
મૂલ્યાંકનના માપદંડ 
વિદ્યાર્થીઓના મૂલ્યાંકન ધોરણ નવ અને ધોરણ 10ના ગુણોના આધારે કરાશે. અંકોની ગણતરી કઇ રીતે કરાશે તેની વિસ્તૃત માહિતી વેબસાઇટ પર આપવામાં આવી છે. શાળાના પરિણામ પ્રક્રિયા પર કામ કરવા માટે એક સમિતિ બનાવવા જણાવાયું છે. આ સમિતિ અંતિમ માર્કશીટ જમા કરવા જોડાયેલા ગુણો સટીક છે જે નહીં તેની બોર્ડમાં આપેલા ડેટા સાથે મેળવીને ચકાસણી કર્યા બાદ તેને મંજૂરી આપશે. ત્યારબાદ મંડળ બોર્ડ પરિણામ તૈયાર કરશે. જે પ્રક્રિયા ત્રીજી જુલાઇથી શરૂ થશે. એસએસસી પરિણામ પંદરમી જુલાઇએ આવવાની શકયતા વ્યકત કરાઇ છે. 
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer