આર્થિક સુધારાને ગતિ માટે ચોવીસે કલાક રસીકરણ જરૂરી : નાણાં મંત્રાલય

નવી દિલ્હી, તા. 10 : નાણા મંત્રાલયે દેશમાં આગામી અમુક મહિનામાં કોરોના રસીકરણની કામગીરીને ગતિ આપવા માટે અઠવાડિયાના તમામ દિવસોમાં 24 કલાક રસીકરણનો પ્રસ્તાવ આપ્યો છે. મંત્રાલયના માનવા પ્રમાણે આ કામગીરીથી આર્થિક વિકાસને પણ ગતિ મળી શકશે. આ સાથે એવું મંતવ્ય પણ આપ્યું હતું કે લક્ષ્ય સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં 70 કરોડ લોકોને રસીકરણ કરવાનું હોવું જોઈએ. મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા માસિક આર્થિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, રસીકરણની ગતિ અને દાયરો વધારવો આર્થિક સુધારને મેળવવા માટે ખૂબ જ જરૂરી છે. રિપોર્ટ મુજબ જો સપ્ટેમ્બર 2021 સુધીમાં 70 કરોડ લોકોને રસી આપવી હોય તો અનુમાન અનુસાર 113 કરોડ ડોઝની જરૂર પડશે. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, હર્ડ ઈમ્યુનિટીને મેળવવા માટે 93 લાખ વેક્સિનેશનની જરૂર રહેશે. 
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer