યૌન શોષણનો ભોગ બનનાર લાપતા ચીની ખેલાડી પેંગ શુઆઇ બીજિંગની એક ટૂર્નામેન્ટમાં દેખાઇ

યૌન શોષણનો ભોગ બનનાર લાપતા ચીની ખેલાડી પેંગ શુઆઇ બીજિંગની એક ટૂર્નામેન્ટમાં દેખાઇ
સત્તારૂઢ કોમ્યૂનિસ્ટ પાર્ટીના અખબારનો દાવો
બીજિંગ તા.21: ચીનની સત્તારૂઢ કોમ્યૂનિસ્ટ પાર્ટીના અખબારના સંપાદકે  એક વીડિયો પોસ્ટ કર્યોં છે. જેમાં લાપતા ટેનિસ સ્ટાર પેંગ શુઆઇ રવિવારે એક મેચમાં જોવા મળી રહી છે. ગ્લોબલ ટાઇમ્સના સંપાદકે આ વીડિયો સોશિયલ મીડિયા ટિવટરમાં પોસ્ટ કર્યોં છે. જેને ચીનમાં મોટા ભાગના ઇન્ટરનેટ યૂજર્સ જોઇ શકતા નથી. વીડિયોમાં જોવા મળે છે કે પેંગ શુઆઇ પાંચ બીજા લોકો સાથે ઉભી છે. આ વીડિયો બીજિંગની એક સ્પર્ધાનો હોવાનો દાવો થયો છે.  અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ટેસ્ટ મહિલા ખેલાડી પેંગ શુઆઇ સાથે થયેલા અત્યાચાર અને ગુમ થવાની ઘટના બાદ વિશ્વના કેટલાક દેશોએ ચીનમાં યોજાનાર વીન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. કોમ્યૂનિસ્ટ પાર્ટી માટે આ એક પ્રતિષ્ઠાનો સવાલ હતો. આ ઉપરાંત મહિલાઓની ટેનિસ ટૂર્નામેન્ટો પણ ચીની પાસેથી લઇ લેવાની ચીમકી મળી હતી. ચીનમાં પેંગ સંબંધી ચર્ચાઓની વેબસાઇટને હાલ ડિલિટ કરી દેવામાં આવી છે. 
અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ચીનની ટેનિસ ખેલાડી પેંગ શુઆઇએ તાજેતરમાં દેશના પૂર્વ વાઇસ-પીમિયર ઝાંગ ગાઓલી સામે યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. આ પછી તેણી અચાનક જ ગુમ થઇ ગઇ હતી. 3પ વર્ષીય પેંગ દુનિયાની ડબલ્સની નંબર વન મહિલા ખેલાડી છે. તેણીએ 2013માં વિમ્બલ્ડન અને 2014માં ફ્રેંચ ઓપનનો ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer