ભારતમાં સ્પિનરોનો સામનો મોટો પડકાર : ટેલર

ભારતમાં સ્પિનરોનો સામનો મોટો પડકાર : ટેલર
કિવિઝના અનુભવી ટેસ્ટ સ્ટારના મતે અશ્વિન-અક્ષરની જોડી ખતરનાક
કોલકતા, તા.21: ન્યુઝિલેન્ડના સૌથી વધુ અનભુવી ટેસ્ટ બેટ્સમેન રોસ ટેલરનું માનવું છે કે ભારતની સરજમીં પર ટેસ્ટ શ્રેણી રમવી ક્રિકેટમાં સૌથી મોટો પડકાર છે. આ તકે તેણે ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન સામે કેવી રણનીતિ હશે, તેના વિશે કોઈ યોજનાની જાણકારી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ભારત અને વર્લ્ડ ચેમ્પિયન ન્યુઝિલેન્ડ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી 25મીથી કાનપુરમાં શરૂ થઈ રહી છે. 
આ મેચ પૂર્વે કિવિ બેટધર રોસ ટેલરે જણાવ્યું કે નિશ્ચિત રીતે આ એક પડકાર છે અને તે માટે અમે તૈયાર છીએ. ભારતની ધરતી પર રમવું ઓસ્ટ્રેલિયા સામે રમવાથી પણ કઠિન છે. વર્તમાનમાં કદાચ આ બે સૌથી મોટા પડકાર છે. જો કે એક ટીમનાં રૂપમાં અમે તેનો સામનો કરવા તૈયાર છીએ. તમે જ્યારે ભારતની ધરતી પર રમો છો ત્યારે હંમેશાં આપ અન્ડરડોગ ગણાવ છો. ભલે પછી તમે દુનિયાની નંબર વન ટીમ હો. ટેલરનું માનવું છે કે ટેસ્ટ શ્રેણીમાં અશ્વિન અને અક્ષરની ભારતીય સ્પિન જોડીનો સામનો કરવો મહત્ત્વનો બની રહેશે. હું અમારી રણનીતિનો ખુલાસો કરવા માગતો નથી. અક્ષર પટેલે ઇંગ્લેન્ડ સામે મોટી ભૂમિકા નિભાવી હતી. ભારત બે કે ત્રણ સ્પિનર ઉતરાશે, પણ નિશ્ચિત રીતે તેમાં અશ્વિન હશે. તે જોરદાર સ્પિનર છે. ભારતના ઝડપી બોલિંગ આક્રમણથી પણ અમારે સચેત રહેવું પડશે. જો કે ભારતમાં સ્પિન બોલરોનું વધુ મહત્ત્વ હોય છે, આમ છતાં જો ફક્ત સ્પિનર મહત્ત્વના રહેશે તેવું માની લઈએ તો અમે મુર્ખ સાબિત થઈ શકીએ છીએ, તેમ અંતમાં ટેલરે કહ્યંy હતું.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer