એટીપી ફાઇનલ્સના સેમિમાં જોકોવિચ હાર્યો ફાઇનલમાં જ્વેરેવ અને મેદવેદેવનો મુકાબલો

એટીપી ફાઇનલ્સના સેમિમાં જોકોવિચ હાર્યો ફાઇનલમાં જ્વેરેવ અને મેદવેદેવનો મુકાબલો
તૂરિન, તા.21: જર્મન ખેલાડી અલેકઝાંડર જ્વેરેવે ફરી એકવાર નંબર વન સર્બિયન સ્ટાર નોવાક જોકોવિચની વિજય રફતાર બ્રેક લગાવી છે. તેણે એટીપી ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં જોકોવિચ વિરુદ્ધ 7-6, 4-6 અને 6-3થી જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ટોક્યો ઓલિમ્પિકના સેમિ ફાઇનલમાં પણ જ્વેરેવે નંબર વન જોકોવિચને હાર આપી હતી. આ હારથી જોકોવિચ સિઝનની આખરી ટૂર્નામેન્ટમાં રોઝર ફેડરરના 6 ખિતાબની બરાબરી કરવાનું ફરી ચૂકી ગયો છે. જોકોવિચ 20 ગ્રાંડસ્મેલ ટાઇટલ જીતીને રોઝર ફેડરર અને રાફેલ નડાલના રેકોર્ડની બરાબરી કરી ચૂકયો છે. બીજા સેમિ ફાઇનલમાં રૂસી ખેલાડી દાનિલ મેદવેદેવે કેસ્પર રૂડને 6-4 અને 6-2થી હાર આપી હતી. આથી ફાઇનલમાં મેદવેવ અને જ્વેરેવની ટકકર થશે. પાછલા પાંચ મુકાબલમાં મેદવેદેવે જર્મન ખેલાડી જ્વેરેવને હાર આપી છે.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer