નકસલવાદ છોડી મહિલાઓ હવે ફિનાઈલનો વેપાર કરે છે

અમારા પ્રતિનિધિ તરફથી 
નાગપુર, તા. 21 : મરારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં શરણે આવેલી 10 મહિલા નકસલવાદીઓ પોલીસની એક ઝુંબેશ કારણે બિઝનેસ વૂમન બની ગઈ છે. આ મહિલાઓએ હવે ફ્લોર કિલનર ફિનાઈલ બનાવવાનો વેપાર શરૂ કર્યો છે.  ગઢચિરોલી પોલીસે કહ્યું હતું કે શરણે આવેલા એક પુરુષ અને 10 મહિલા નક્ષલવાદીઓ ફિનાઈલના ઉત્પાદનની ટ્રાનિંગ આપવામાં આવી હતી અને હવે આ 11 જણાએ પોતાનો વેપાર શરૂ કર્યો છે. આ ફિનાઈલને કલિન-101ના બ્રાન્ડ હેઠળ વેચવામાં આવી રહ્યો છે. શરણે આવેલી નક્સલી મહિલાઓ માટે નવજીવન ઉત્પાદક સંઘ નામના સેલ્ફ હેલ્ફની ગ્રુપની સ્થાપના કરવામાં આવી છે.  પોલીસે કહ્યું હતું કે આ ફિનાઈલ એકદમ સારી ગુણવત્તાનું છે અને એનો ભાવ પણ એકદમ સસ્તો છે. અમે પણ આ પ્રોડક્ટના વેચાણમાં સેલ્ફ હેલ્પ ગ્રુપને મદદ કરીએ છીએ. સરકારી અને બિન સરકારી સંસ્થાઓ પાસેથી પણ ઓર્ડરો મળી રહ્યા છે. અકોલાની ડૉ. પંજાબરાવ દેશમુખ કૃષિ વિદ્યાપીઠે 200 લિટર ફિનાઈલનો ઓર્ડર સેલ્ફ હેલ્પ ગ્રુપને  આપ્યો છે.  

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer