મુંબઈમાં 31,801 ટૅસ્ટમાં મળ્યા 213 કોરોના સંક્રમિતો

નવી મુંબઈમાં 26 કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 19 નવા કેસ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : રવિવારે મુંબઈમાંથી કોરોનાના 213 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યાર સુધી મળેલા કોરોગ્રસ્તોની કુલ સંખ્યા 7,61,146 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 2577 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. 
શનિવારે મુંબઈમાંથી 195, શુક્રવારે 238, ગુરુવારે 230 અને બુધવારે 275 નવા દરદી મળ્યા હતા. છેલ્લાં 24 કલાકમાં ત્રણ કોરોનાગ્રસ્તોના મૃત્યુ થતાં શહેરનો મરણાંક 16,306 પર પહોંચી ગયો છે. 
શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 281 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યારસુધી કુલ 7,39,707 દરદી સાજા થઈને ઘરે ગયા છે. મુંબઈનો રિક્વરી રેટ 97 ટકા છે, જ્યારે ડબાલિંગ રેટ 2403 દિવસનો થઈ ગયો છે, જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 0.03 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 12 બિલ્ડિગો પાલિકાએ સીલ કરી છે, જ્યારે ચાલ-ઝૂંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્ય છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 31,801 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યારસુધી કુલ 1,21,40,647 ટેસ્ટ કરાઈ છે. 
મહારાષ્ટ્રમાં કોરોનાના માત્ર 845 નવા કેસ મળ્યા 
મહારાષ્ટ્રમાંથી રવિવારે કોરોનાના નવા 845 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 66,29,875 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 9,799 દરદી સારવાર હેઠળ છે. 
શનિવારે રાજ્યમાંથી 833, શુક્રવારે 906, ગુરુવારે 963 અને બુધવારે 1003 નવા કેસ મળેલાં. 
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 17 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 730 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
રવિવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 16 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 23 નવા દરદી મળ્યા હતા. 
નવી મુંબઈમાંથી 26, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકામાંથી 24, ઉલ્હાસનગરમાંથી ચાર, ભિવંડી-નિઝામપુરમાંથી શૂન્ય, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી 10, પાલઘર જિલ્લામાંથી છ, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી 10, રાયગઢ જિલ્લામાંથી 15 અને પનવેલ શહેરમાંથી 12 નવા કેસ મળ્યા હતા.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer