ડિઝલ અને પેટ્રોલ વાહનોના રજિસ્ટ્રેશનમાં આવ્યો જંગી ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : મુંબઈમાં ડિઝલ વાહનોના રજિસ્ટ્રેશનમાં 2019 પછી પહેલીવાર 66 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે પેટ્રોલ વાહોનોના રજિસ્ટ્રેશનમાં આ જ સમયગાળામાં 36 ટકાનો ઘટાડો થયો છે. 
કોરોના કાળમા વાહનોનું ઉત્પાદન તો ઘટયું હતું પણ સાથે સાથે ચીપની ખેંચને કારણે પણ ઉત્પાદન પર માર પડ્યો છે. એ સિવાય પ્રદુષણના ધોરણો કારણે અમુક ઓટો કંપનીઓએ નાની કેપેસિટિના એન્જિનના મોડેલો બનાવવાનું બંધ કર્યું છે. બીજી ખાસ વાત એ છે કે હવે ડિઝલ અને પેટ્રોલના ભાવમાં પણ કોઈ ખાસ તફાવત રહ્યો નથી. 
2015-16માં મુંબઈમાં 26,311 ડિઝલ વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું, જે 2016-17માં વધીને 31,758 વાહનો રજિસ્ટર્ડ થયા હતા. આમ 2016-17માં 20 ટકા વધુ ડિઝલ વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. 2017-18મા રજિસ્ટ્રેશનમાં નજીવો ત્રણ ટકાનો ઘટાડો થયો હતો. જોકે, 2018-19મા ડિઝલ વાહનોના રજિસ્ટ્રેશનમાં ફરી 12 ટકાનો ઉછાળો આવ્યો હતો. 
આ ઉછાળા બાદ હવે રજિસ્ટ્રેશનમાં ખાસ્સો ઘટાડો આવ્યો છે. 2018-19માં 34,406 ડિઝલ વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું, જે 2020-21માં 66 ટકા ઘટ્યું છે. 2020-21 માત્ર માત્ર 11,785 ડિઝલ વાહનો રજિસ્ટર્ડ 
થયા હતા. 
પેટ્રોલ વાહનોની વાત કરીએ તો 2018-19માં મુંબઈમાં 2.22 લાખ વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું જે 2019-20મા ઘટ્યું હતુ અને 1.89 પેટોલ વાહનો રજિસ્ટર્ડ થયા હતા. છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ વાહનોના રજિસ્ટ્રેશનમાં કુલ 36 ટકાનો ઘટાડો થયો છે.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer