સિદ્ધુ કૉંગ્રેસ માટે આફત

પટિયાલાથી ચૂંટણી લડવા કૅપ્ટનનું એલાન 
ચંદીગઢ, તા. 21 : પંજાબમાં જારી સત્તાના સંઘર્ષ વચ્ચે કેપ્ટન અમરિંદરસિંહે 2022ની ચૂંટણી પટિયાલાથી લડવાનું એલાન કર્યું છે. ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આ ઘોષણા સિંહે કરી હતી. મારો પરિવાર 400 વર્ષથી પટિયાલામાં વસી રહ્યો છે. અને હું નવજોતસિંહ સિદ્ધુના કારણે પટિયાલા છોડી નહીં શકું, તેવું કેપ્ટને કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ અમરિંદરે જણાવ્યું હતું કે, સિદ્ધુ જ્યાંથી પણ લડશે, હું તેમની સામે લડીશ. નવજોત કોંગ્રેસ માટે આફત છે. 

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer